સક્રિય પ્રસૂતિની પીડા ત્યારે શરૂ થયેલી કહેવાય જ્યારે સંકોચન મજબૂત, નિયમિત અને ઓછામાં ઓછા 60 સેકન્ડ સુધી ચાલતું હોય અને તમારું સર્વિક્સ (યોનિમાર્ગનું નળી) ઓછામાં ઓછા ચાર સેન્ટિમીટર સુધી ખુલ્લું હોય.પ્રસૂતિના પ્રથમ તબક્કા દરમિયાન તમારા સંકોચન નિયમિતપણે આવતા રહેશે, અને ક્રમશઃ મજબૂત બનશે. જો તમારું પ્રથમ બાળક હોય તો પ્રસૂતિનો આ તબક્કો લગભગ 6-12 કલાક ચાલે છે, અને જો તે તમારું બીજું કે ત્રીજું બાળક હોય તો સંકોચન ઘણી વખત ઝડપી બને છે.જ્યારે તમે તમારા મેટરનિટી યૂનિટ (પ્રસૂતિ એકમ)માં આવો છો (અથવા તમારી દાયણ તમારા ઘરે આવે છે) અને પ્રસૂતિના પ્રથમ તબક્કા દરમિયાન તમારી દાયણ તમારી પ્રગતિ અને સુખાકારી અને તમારા બાળકની સુખાકારીનું નિયમિત મૂલ્યાંકન કરશે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
તમારા અવલોકનો (બ્લડ પ્રેશર, પલ્સ અને તમારા શરીરનું તાપમાન)
તમારા પેટનાં ધબકારા
તમારા બાળકના ધબકારા સાંભળવા
પ્રસૂતિની પ્રગતિ અને તમારા બાળકની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે યોનિમાર્ગની પરીક્ષા.
તમારી દાયણ તમને પીડાની અલગ-અલગ સ્થિતિઓ અને તેનો સામનો કરવાની વ્યૂહરચનાઓમાં મદદ કરશે, જેમાં જરૂર પડ્યે પીડા રાહતનો સમાવેશ થાય છે. જો કોઈ પણ સમયે દાયણ તમારા અથવા તમારા બાળક વિશે ચિંતિત હોય, તો તેઓ બીજા અભિપ્રાય માટે વરિષ્ઠ દાયણ અથવા ઑબ્સ્ટેટ્રિશિયન (પ્રસૂતિવિશેષજ્ઞ)ને પૂછશે. ક્યારેક આનો અર્થ એ હોઈ શકે કે જો તમે ઘરે હોવ અથવા મિડવાઇફરી લીડ યૂનિટ (દાયણની આગેવાની વાળા એકમમાં) માં હોવ તો તમારી બદલી લેબર (પ્રસૂતિ) વોર્ડ માં થઈ શકે છે.પ્રથમ તબક્કાના અંત તરફ તમે પરિસ્થિતિમાં બદલાવનો અનુભવ કરી શકો છો જેમાં કેટલીક સ્ત્રીઓને ડર અથવા પોતાની ઉપરનું નિયંત્રણ ગુમાવવાનો અનુભવ થઈ શકે છે. આ સામાન્ય છે અને જલદી જ બાળકને ધક્કો મારવાની ઇચ્છા થાય છે કારણ કે સર્વિક્સ (યોનિમાર્ગનું મોઢું) દસ સેન્ટિમીટર સુધી વિસ્તરે છે (પહોળું થાય છે), અને બાળક જન્મ માર્ગની નલિકામાં નીચે સરી જાય છે. આ તબક્કા દરમિયાન તમારી દાયણ તમને નજીકથી સહાયતા આપશે.