પ્રસુતિમાં હસ્તક્ષેપ
પ્રસૂતિ દરમિયાન, કેટલીકવાર વસ્તુઓ ધીમી પડી શકે છે અથવા તમારા અથવા તમારા બાળકની સુખાકારીને લઈને સમસ્યાઓ ઊભી થઈ શકે છે. જો આવું થાય તો તમારી દાયણો અને/અથવા ડૉક્ટરો તમને તમારા બાળકને સુરક્ષિત રીતે જન્મ આપવા માટે અમુક વિકલ્પોની સૂઝાવ આપી શકે છે.
