તમે ગર્ભવતી થયા તે પહેલાં તમને કહેવામાં આવ્યું હશે કે તમને હાઈબ્લડપ્રેશરછે અને બની શકે છે કે તમેતમારા બ્લડ પ્રેશરની સારવાર માટે પહેલેથી જ ગોળીઓ લઈ રહ્યા છો. કેટલીકવાર ક્રોનિક હાયપરટેન્શનનું નિદાન ગર્ભાવસ્થામાં થાય છે કારણ કે આ પ્રથમ વખત છે જ્યારે તમે આટલા નિયમિત ધોરણે તમારા બ્લડપ્રેશરની તપાસ કરાવી છે અને આ કિસ્સામાં, નિદાન કરવામાં આવશે કારણ કે ગર્ભાવસ્થાના 20 અઠવાડિયાપહેલા તમારું બ્લડ પ્રેશર બે વાર હાઈ હતું.
આનો મતલબ શું છે?
મારા માટે:
ગર્ભાવસ્થા તમારા હૃદય અને રુધિરવાહિનીઓ પર દબાવ લાવી શકે છે જેથી તમારું બ્લડપ્રેશરવધી શ કેછે અને સારવારની જરૂર પડી શકે છે
હાઈબ્લડ પ્રેશરથી તમને પ્રી-એક્લેમ્પસિયા (ગર્ભાવસ્થાની સ્થિતિ(સમસ્યા) એવી સ્થિતિ જેના લીધે કિડની, લીવર અને અન્ય સમસ્યાઓનું થઈ શકે છે) થવાની શક્યતા વધી જાય છે
તમારા બ્લડપ્રેશર અને પેશાબની તપાસ કરવા માટે તમને નિયમિત એપોઇન્ટમેન્ટ ઓફર કરવામાં આવશે
તમને લેબર વોર્ડમાં હોસ્પિટલમાં જન્મ આપવાની ભલામણ કરવામાં આવશે
તમારા બાળકના જન્મ પછી હૃદય રોગના જોખમોને ઘટાડવા માટે તમારે તમારા GP સાથે લાંબા સમય સુધી હાઈબ્લડપ્રેશરની દેખરેખની જરૂર પડશે.
મારા બાળક માટે:
ગર્ભાશયમાં તમારા બાળકનો સારી રીતે વિકાસ ન થવાની શક્યતા વધી જાય છે
તમારા બાળકનો જન્મ વહેલો થવાનું જોખમ વધારે હોય છે (ગર્ભાવસ્થાના37 અઠવાડિયાપહેલા).
નિયમિત બ્લડપ્રેશર અને પેશાબના ટેસ્ટ 2-4 અઠવાડિયામાં અને ઘણી વાર તમારી ગર્ભાવસ્થાની સમાપ્તિના સમયની નજીક (આ તમારી દાયણ, પ્રસૂતિ વિશેષજ્ઞ અથવા GP સાથે હોઈ શકે છે)
જો તમારું બ્લડપ્રેશર હાઈ હોય તો બ્લડપ્રેશરની ગોળીઓ
તમને પ્રી-એક્લેમ્પસિયા થવાનું જોખમ ઘટાડવા માટે એસ્પિરિનની ગોળીઓ (75અથવા150mg)
ઘરેથી બ્લડપ્રેશરની દેખરેખ
ગર્ભાવસ્થાના 38 થી40 અઠવાડિયાની વચ્ચે પ્રસૂતિ કરવા માટે પ્રેરિત કરવું. સ્ટીલબર્થ (મૃતજન્મ) ના જોખમનેઘટાડવામાંમાટે તમારા બ્લડ પ્રેશર રીડિંગ્સ અને બાળકની સુખાકારીના આધાર પર તમારી સાથે આ નિર્ણય પર સંમતિ થશે. તમારા માટે યોગ્ય હોય એવા નિર્ણય લેવા માટે તમારી સહાયતા કરવામાં આવશે.
કયા ટેસ્ટને ધ્યાનમાં લેવામાં આવશે/લઈ શકાય છે? તેમની જરૂર કેટલીવાર પડી શકે છે?
જ્યારે ગર્ભાવસ્થા દરમિયાન તમારું પહેલી વાર નિદાન કરવામાં આવે છે, ત્યારે તમારા શરીરને હાઈબ્લડ પ્રેશરથી કોઈ અસર થઈ છે કે કેમ તે તપાસવા માટે તમારી કિડનીની કામગીરી (બ્લડ ટેસ્ટ) તપાસવામાં આવશે અને તમને ECG (હાર્ટ ટ્રેસિંગ) કરાવવા માટે કહેવામાં આવી શકે છે.
તમારા ગર્ભમાં તમારા બાળકનો વિકાસ સારી રીતે થઈ રહ્યો છે અને તમારું પ્લેસેન્ટા કેટલું સારી રીતે કામ કરી રહ્યું છે તે તપાસવા માટે તમને તમારા બાળકના વધારાના સ્કેન માટે ઓફર કરવામાં આવશે.
જો અમને શંકા હોય કે તમારા માં પ્રી-એક્લેમ્પસિયા વિકસી રહ્યું છે, તો અમે તમારા લીવર, કિડની અને બ્લડ ટેસ્ટની કરાવાની સૂઝાવ આપીશું અને અમે તમારા પ્લેસેન્ટા સંબંધિત વિકાસ પરિબળનું સ્તર તપાસી શકીએ છીએ (જે તમારું પ્લેસેન્ટા કેટલું સારી રીતે કામ કરી રહ્યું છે તેનું સૂચક છે).
મારે કયા લક્ષણો અને સંકેતો પર ધ્યાન આપવું જોઈએ?
જો તમારું બ્લડપ્રેશર ખૂબ જ હાઈ હોય અથવા જો તમારા માં પ્રી-એક્લેમ્પસિયા વિકસી રહ્યું હોય તો માથાનો દુખાવો થઈ શકે છે
પ્રી-એક્લેમ્પસિયાના અન્ય લક્ષણોમાં નીચેનાનો સમાવેશ થાય છે: તમારા હાથ અને ચહેરા પર સોજા, અસ્પષ્ટ (ધૂંધળી)દ્રષ્ટિ, તમારા પેટમાં દુખાવો, ઉલટી થવી, બાળક એટલી સારી રીતે હલતું નથી
‘રેડફ્લેગ’ લક્ષણો/સમસ્યાઓ શું છે, જેનો અર્થ એ છે કે તેમની તાત્કાલિક જાણ કરવી જોઈએ?
જો તમારું બાળક સામાન્ય રીતે હલન-ચલન કરતુ નથી, તો તમારે તાત્કાલિક હોસ્પિટલમાં જવું જોઈએ
જો તમને ઉપર સૂચિબદ્ધ પ્રી-એક્લેમ્પસિયાના કોઈ પણ લક્ષણો હોય તો તમારે તરત જ તમારા પ્રસૂતિ યૂનિટનો સંપર્ક કરવો જોઈએ.
સંભવિત ભલામણો
સારવાર માટેના વિકલ્પો
જો તમારું બ્લડપ્રેશર140/90 mmHg કરતાં વધુ અથવા તેની બરાબર હોય તો તમારા બ્લડ પ્રેશર માટે ટેબ્લેટ (ગોળીઓ) દ્વારા સારવારની ભલામણ કરવામાં આવશે.સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ગોળીઓ છે:
લેબેટાલોલ
નિફેડિપાઈન
મિથાઈલડોપા
જન્મનો સમય
આ તે વાત પર નિર્ભર કરશે કે તમે અને તમારું બાળક ગર્ભાવસ્થામાં કેટલા સ્વસ્થ છો અને શું તમારામાં પ્રી-એક્લેમ્પસિયા વિકસિત થઈ રહ્યું છે
જો બાળક સારી રીતે વિકસિત થઈ ગયું છે અને બ્લડ પ્રેશર સારી રીતે નિયંત્રિત હોય, તો ગર્ભાવસ્થાના 38 થી40 અઠવાડિયાની વચ્ચે પ્રસૂતિ કરાવવાની ભલામણ કરવામાં આવે છે.
આમારી જન્મ માટેની પસંદગીઓને કેવી અસર કરી શકે છે?
પ્રસૂતિ દરમિયાન તમારા બાળકના હૃદયના ધબકારાનું સતત નિરીક્ષણ કરવાની ભલામણ કરવામાં આવશે પછી ભલે તમારીપ્રસૂતિ કુદરતી રીતે શરૂ થાય છે અથવા પ્રેરિત છે. આ એટલા માટે છે કારણ કેબની શકે છે કે પ્લેસેન્ટા ઓછી સારી રીતે કામ કરી રહ્યું હોય અને અમે હૃદયના ધબકારામાં થતાં ફેરફારને ચૂકી જવા માંગતા નથી જે સૂચવે છે કે બાળક પ્રસૂતિ દરમિયાન સારી રીતે સામનો કરી રહ્યું નથી. આ હોસ્પિટલના પ્રસૂતિ વિભાગમાં થાય છે.
આ જન્મ પછીની દેખભાળને કેવી રીતે અસર કરી શકે છે?
તમારે તમારા બ્લડ પ્રેશરની નિયમિત તપાસ કરાવવી પડશે અને જન્મ આપ્યા પછી ઓછામાં ઓછા 24 કલાક સુધી હોસ્પિટલમાં રહેવું પડશે
તમારી બ્લડ પ્રેશરની સારવાર એવા ઉપચારોમાં બદલવામાં આવશે જે સ્તનપાન માટે યોગ્ય હોય
તમારા બ્લડપ્રેશરની સતત દેખરેખ અને સારવાર માટે તમારે તમારા GPને મળવું પડશે.
ભવિષ્યની ગર્ભાવસ્થા માટે આનો શું અર્થ થશે? હું આના ફરીથી થવાના જોખમને કેવી રીતે ઘટાડી શકું?
જો તમે વધુ વજન ધરાવતા અથવા નિષ્ક્રિય હોવ તો આહાર અને કસરત દ્વારા હાઈબ્લડ પ્રેશરને ઘટાડી શકાય છે
તમારા બ્લડપ્રેશરનું નિરીક્ષણ થઈ રહ્યું છે અને તે સારી રીતે નિયંત્રિત (140/90 mmHg કરતાં ઓછું) છે તેની ખાતરી કરવાથી ભવિષ્યની ગર્ભાવસ્થામાં તમારા અને/અથવા તમારા બાળક માટેના નુકસાનનું જોખમ ઘટશે.
ભવિષ્યના/મારા લાંબાગાળાના સ્વાસ્થ્ય માટે આનો શું અર્થ થશે અને હું આને કેવી રીતે પ્રભાવિત કરી શકું છું?
ક્રોનિક હાયપરટેન્શન તમારા હૃદયરોગના લાંબાગાળાના જોખમને વધારે છે જેમાં હૃદયરોગનો હુમલો અને સ્ટ્રોકનો સમાવેશ થાય છે.
સ્વાસ્થ્યવર્ધક આહાર ખાઈને, ખાસકરીને તમારા મીઠાનું સેવન ઘટાડીને અને નિયમિત કસરત કરવાથી તમારા હૃદયરોગના જોખમને ઘટાડી શકાય છે,
તમારા બ્લડપ્રેશરને નિયંત્રિત કરવા માટે તમારી બ્લડપ્રેશરની સારવાર લેવાથી પણ તમારા હૃદયરોગનું જોખમ ઘટાડી શકાય છે અને તમારા GP તમને જણાવશે કે સારવાર દરમિયાન તેઓ તમારું બ્લડ પ્રેશર કેટલું ઓછું રાખવા ઈચ્છે છે.
આ સ્થિતિ વિશેની વધુ જાણકારી હું ક્યાંથી મેળવી શકું છું?