Giving birth to your breech baby: Frequently asked questions

બ્રીચ બેબીને જન્મ આપવો: વારંવાર પૂછાતા પ્રશ્નો

આનું નિદાન કેવી રીતે થાય છે?

જ્યારે કોઈ દાયણ અથવા પ્રસૂતિ નિષ્ણાત ગર્ભાવસ્થાના 36 માં અઠવાડિયે અથવા એનાં પછી તમારું પેટ જુએ છે, ત્યારે એમને એવી શંકા થઈ શકે છે કે ગર્ભાશયમાં તમારૂં બાળક પગનાં ટેકે સૂઈ રહ્યું છે. પછી સામાન્ય રીતે અલ્ટ્રાસાઉન્ડ સ્કેન કરીને આની પુષ્ટિ કરવામાં આવે છે. જો આ શંકા પ્રસૂતિ પીડા દરમિયાન થાય, તો આંતરિક તપાસ દ્વારા બાળકની સ્થિતિ તપાસી શકાય છે.

મેડિકલ ટીમ શી ભલામણ કરશે?

ગર્ભાવસ્થાના 36 અઠવાડિયા પછી જો બાળક બ્રીચ પોઝિશનમાં હોય, તો ત્રણ વિકલ્પોની શક્યતા હોય છે: 1. એક્સટર્નલ સેફાલિક વર્ઝન (બાહ્ય માથાનું વૃતાંત) (ECV) – તમારા પેટ પર દબાણનો ઉપયોગ કરીને પહેલાં બાળકનું માથું બહારની તરફ ફેરવવું 2. યોનિમાર્ગથી આયોજિત બ્રીચ જન્મ 3. પ્લાન કરેલ સિઝેરિયન જન્મ. જો બ્રીચ પોઝિશનની જાણ પ્રસૂતિ દરમિયાન જ પહેલી વાર થાય તો શક્ય છે કે ECV શક્ય ન બને, ત્યારે મહિલાએ યોનિમાર્ગથી બ્રીચ જન્મ અને સિઝેરિયન જન્મ – આ વિકલ્પો વચ્ચે પસંદગી કરવાની રહેશે.

કયા ટેસ્ટ ધ્યાનમાં લેવાશે/કરવામાં આવશે? તેમની જરૂર કેટલી વાર પડી શકે છે?

જો પ્રસૂતિ પહેલા બ્રીચ સ્થિતિનો પતો લાગે, તો તમારા બાળકના વિકાસની તપાસ કરવા માટે અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવી શકે છે. આનાથી જન્મ પદ્ધતિ પસંદ કરવામાં તમને માર્ગદર્શન મળી શકે છે.

મારે કયા લક્ષણો અને સંકેતો પર ધ્યાન આપવું જોઈએ?

જો તમને લાગતું હોય કે બાળક બ્રીચ પોઝિશનમાં છે અને તમારું પાણી તૂટી ગયું છે અથવા તમે લેબરમાં છો, તો તમારે તમારા પ્રસુતિ યૂનિટનો સંપર્ક કરવો જોઈએ.

એવા કયા ‘રેડ ફ્લેગ’ લક્ષણો/સમસ્યાઓ છે, જેમની જાણ તાત્કાલિક કરવી જોઈએ?

જો તમારું પાણી તૂટી જાય અને તમારું બાળક પગનાં ટેકે સૂઈ રહ્યું હોય, તો બાળકની નાળ નીચે હોવાની શક્યતા વધી જાય છે – આને અમ્બિલિકલ કોર્ડ પ્રોલેપ્સ કહેવામાં આવે છે. જો આવું થાય, તો તમારે તપાસ માટે તાત્કાલિક હોસ્પિટલમાં જવું જોઈએ. જો કોર્ડનો લૂપ યોનિમાર્ગની બહાર દેખાય, તો તમારે તરત જ 999 પર કૉલ કરવો જોઈએ.

આની મારી જન્મ પસંદગી પર શી અસર થશે?

તમારી દાયણ અને ડૉક્ટર તમારી સાથે તમારા વિકલ્પોની ચર્ચા કરશે. તમારી પસંદગીઓનો આધાર બ્રીચ પ્રેઝન્ટેશનનું નિદાન ગર્ભાવસ્થાના અંતમાં અથવા પ્રસૂતિ દરમિયાન થાય છે તેના પર નિર્ભર રહેશે.

ભવિષ્યની ગર્ભાવસ્થા માટે આનો અર્થ શું થશે? આવું ફરીથી થવાનું જોખમ હું કેવી રીતે ઘટાડી શકું?

જો તમારા બાળકનો જન્મ સિઝેરિયન દ્વારા થયો હોય, તો આની અસર ભવિષ્યની ગર્ભાવસ્થા પર પડી શકે છે.

હું આ સ્થિતિ વિશે વધુ માહિતી ક્યાંથી મેળવી શકું?