ગર્ભાવસ્થામાં પુષ્કળ ફળો, શાકભાજી, કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન અને દુધની બનાવટ સહિત તંદુરસ્ત વૈવિધ્યસભર આહારની ભલામણ કરવામાં આવે છે.તમારે બે માટે ખાવાની જરૂર નથી, પરંતુ તમારે નિયમિત તંદુરસ્ત નાસ્તો લેવાની જરૂર પડી શકે છે કારણ કે તમારું શરીર વધતા બાળકને ટેકો આપવાનું કામ કરે છે. એવા કેટલાક ખોરાક છે જે તમારે ગર્ભાવસ્થા દરમિયાન ટાળવા જોઈએ કારણ કે તે તમને અસ્વસ્થ કરી શકે છે અથવા તમારા બાળકને નુકસાન પહોંચાડી શકે છે. નવા પુરાવાઓ અથવા સંશોધનો મળ્યા હોવાથી કયા ખોરાકને ટાળવો જોઈએ તેનું માર્ગદર્શન બદલાઈ શકે છે.જો તમે શાકાહારી હોવ તો તમારા લોહતત્વના સ્તરને વધારે હોય તેવો ખોરાક ખાવો મહત્વપૂર્ણ છે, જેમ કે બ્રાઉન બ્રેડ, કઠોળ અને લીલા પાંદડાવાળા શાકભાજી.દુધની બનાવટનો ખોરાક, અથવા ફોર્ટિફાઇડ દુધની બનાવટનાં વિકલ્પો એ પ્રોટીન, વિટામિન B12, કેલ્શિયમ અને ઝીંકનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે.
ગર્ભાવસ્થા દરમિયાન ટાળવા લાયક ખોરાક અને પીણાં
મોરિંગાની ચા, રક્ત શુદ્ધિકરણ અને કચરાનાં ઉત્સર્જન માટે વિવિધ સંસ્કૃતિઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે, તેમાં મોરિંગાના મૂળ, છાલ અને ફૂલોમાંથી ખતરનાક રસાયણો હોય છે જે ગર્ભાશયને અકાળે (ખૂબ વહેલું) સંકુચિત કરી શકે છે.ચાઈ નામની ચા માં રહેલા કેટલાક મસાલા ગર્ભાવસ્થામાં હાનિકારક હોઈ શકે છે. લવિંગનું વધુ પડતું સેવનથી વાઈનાં હુમલા અને આંતરડાનાંરક્તસ્રાવ તરફ દોરી શકે છે. કેમોલી કસુવાવડનું કારણ બની શકે છે. ક્વિનાઇન, જે ભારતીય શક્તિવર્ધક ઔષધ પાણીમાં જોવા મળે છે, જે પરંપરાગત રીતે પગમાં ખેંચાણ અને મેલેરિયાની સારવાર માટે વપરાય છે, તે જન્મજાત ખામીઓનું કારણ બની શકે છે.કેરેબિયન ગિનીસ અને પીનટ પંચ જેવા પોષણયુક્ત પીણાં ગર્ભવતી/સ્તનપાન કરાવતી માતાઓ માટે યોગ્ય નથી. આ પીણાંમાં ફોર્ટિફાઇડ વિટામિન્સ અને ખનિજો હોય છે જે દૈનિક ભલામણ કરેલ સેવન મૂલ્યો કરતાં વધી શકે છે.લીવર અજાત બાળકની આંખોને નુકસાન પહોંચાડી શકે છે અને તેનો વધુ ઉપયોગ કસુવાવડ, અકાળ પ્રસૂતિ અને ગંભીર ખરજવું તરફ દોરી શકે છે. લીવર પરંપરાગત રીતે મરીના સૂપમાં વપરાય છે.મીઠી ભાત, કેટલીક સંસ્કૃતિઓમાં પરંપરાગત વાનગી તરીકે બનાવવામાં આવે છે, જે સગર્ભાવસ્થાનાં ડાયાબિટીસ તરફ દોરી શકે છે. આના જેવી મીઠી વાનગીઓ સંયમિત રીતે ખાવી જોઈએ.લાલ માંસ અને સંતૃપ્ત ચરબીયુક્ત ખોરાક, પ્લેટલેટ્સની ઉત્પત્તિ ઘટાડી શકે છે, જે થ્રોમ્બોસાયટોપેનિયા તરીકે ઓળખાતી સ્થિતિ તરફ દોરી જાય છે.